છેવટ કંટાળી મેં વાદળાંને કીધું કે વરસ્યા વિનાના શું જાવ છો !

20140810_172706

છેવટ કંટાળી મેં વાદળાંને કીધું કે વરસ્યા વિનાના શું જાવ છો !
વાદળ કહે કે ભાઈ વરસી તો પડીએ પણ આપશ્રી ક્યાં કોઈદી ભીંજાવ છો ?
મેં કીધું શું ક્યો છો ? ગ્યા વરસે ક્યાં રયો તો છત્રી ઉઘાડવાનો વેત ?
વાદળ ક્યે, રહેવા દ્યો પલળી જે જાય ઈ તો અંદરથી ઉગાડે હેત,
વરસી વરસીને અમે થાકી ગયાને તોય તમે ક્યાં લીલાછમૂ થાવ છો ?
આપશ્રી ક્યાં….
મેં કીધું આ રીતે શું કામે નાખો છો માણસની જાત માથે આળ ?
વાદળ ક્યેાલ મને તારામાં ગોતી દે એકાદી લીલીછમૂ ડાળ ?
મૂળનું તો સરનામું મળતું નથી ને પાછા કૂંપળનાં ગીતો શું ગાવ છો ?
આપશ્રી ક્યાં….
મેં કીધું આ રીતે તરસ્યે મારીને તમે સારું તો કરતાં નથી જ,
વાદળ કયે બસ ભાઈ આ રીતે અમને પણ થોડીક ચડી ગઈ છે ખીજ.
અબઘડીએ ધોધમાર વરસી પડું છું, બોલો બાળકની જેમ તમે ન્હાવ છો ?
આપશ્રી ક્યાં….
-કૃષ્ણ દવે

Advertisements

Add a comment નવેમ્બર 18, 2014

યાદ આવે છે

vanshu

CUTE LITTLE ANGEL

Add a comment ઓગસ્ટ 4, 2008

Great Mobile Sites

♥ ગુજજુ સ્પેસીયલ વીડીયો ♥

♣ અમુક પસંદગીની ગુજરાતી રચનાઓ ♣

© ગુજ્જુ૫૫ સૂર અને શબ્દનો સુભગ સમન્વય ©

♦ગુજરાતી એસ એમ એસ નો ખજાનો ♦

Φગુજરાતી ૫૫ ના મહેમાનો માટે આગવું પુસ્તકાલયΦ

ગુજરાતી – અંગ્રેજી ડીક્શનેરી

અમારું લાડીલું માંડવી શહેર

માટે ટિપ્પણીઓ બંધ છે ઓગસ્ટ 3, 2008

ગુજરાતી૫૫ મા આવેલા મોંઘેરા મહેમાનો નો નકશો

Locations of visitors to this page

મોબાઈલ માટે ડાઉનલોડ કરવા કિલ્ક કરો

hit counters
hit counter

1 comment ઓગસ્ટ 3, 2008

પૃષ્ઠો

શ્રેણીઓ

કડીઓ

મેટા

કેલેન્ડર

નવેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર    
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

Most Recent Posts